મને આ દુનિયા મારા સહીત નડે છે.....
Thursday, May 12, 2011
મને દુનિયાની ગોજારી રીત નડે છે,
અચ્છાઈ પર બુરાઈ ની જીત નડે છે,
નોટો ના દમ પર ખુરસી મેરવનારા
અને લોભી પ્રજાની આ પ્રીત નડે છે,
ઝાલવો નથી કોઈએ હાથ ગરીબનો,
બે જના વચ્ચેની આ ભીત નડે છે,
દુખ ના સાંભરનારા લોકોના મોઢેથી,
બુમો પાડી ગવાતું રાષ્ટ્રગીત નડે છે,
ના બદલી સક્યો હું દુનિયાને "યોગ્સ",
મને આ દુનિયા મારા સહીત નડે છે.
યોગ્સ....
0 comments:
Post a Comment